જામનગરી…

Posted in અવર્ગીકૃત on જુલાઇ 26, 2010 by jeetu parmar

અમે જેને પેટીસ કહી…એને ઇ કચોરી ક્યે… અમે કહી માંડ્વી ઘણી બધી થૈ…માંડવીયુ મલક થઇ…એમ ક્યે, ચોકડી ને માળા હાળા ચિતરી ક્યે…. આપણે કહી ખારી શીંગ ને ઇ ક્યે…ખારા બી…બોલો, અને બધા શબ્દો ઉપર મિંડુ લગાડીને જ વાત કરે…, જાંઊં છે, ખાંઉં છે, જોંઇ છીં, એ આંઉં છું….આમ જ બોલે, (સું કિયો છો..? અશોક દવે) આપણે મિલ્કતના દસ્તાવેજ કરીએ એ રજીસ્ટર પત્રોને આ માણસો “છાપા” કઇરા એમ બોલે… જામનગરની વખણાતી બાંધણી, મુખવાસ, પિતાંબરનો મેસુબ, વ્યાસની મિઠાઇ,,, જામનગરમાં જોવા જેવુ સોનાપુરી, રણજીત સાગર, તળાવની પાળ, જામ પેલેસ, એરર્ફોર્સ, રિલાયન્સ કંપની, વગેરે… કોઇ સાંઇની પાનની દુકાને જો ફુટપારી નો હોઇ ને ત્યાં ખોદકામ કરે તો એકાદ ફુટ તો નકરો કાથો જ નિકળે, એવા ભિના કાથા વાળા પાનના શોખીન માણસો…દરિયો બાજુમાં જ એટલે જમવામાં ખારાશ વધુ આ લોકોને ફાવે, ત્યાંના વિખ્યાત મહાનુભાવો મારી નજરે , ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, હાસ્યકાર વસંત પરેશ, લેખન શૈલીમાં પ્રભુત્વ ધરાવતા અરવિંદ અડાલજા, (ક્રમશ)

Advertisements

બાળ કાવ્ય

Posted in અવર્ગીકૃત on જુલાઇ 26, 2010 by jeetu parmar

મારા બાળકો માટેના આ કાવ્ય છે, ઇ સાંભળીને આનંદમાં આવી જાય છે,

નિધી………ઓ ,………..નિધી,…..

નિધી એ સાંભળ્યુ નો સાંભળ્યુ, ત્યાં એની “માં” એ,

ત્રીજી રાડ દીધી..એ ……નિધી,

નિધી બહાર છ્જ્જે ઉભી ઉભી જોવે,

ત્યાં હરિયો બેઠો-બેઠો રોવે,….

નિધી હોંકારો દે ને પાછી ફરે..,

ત્યાં રાધુ મારી નિધી દીદી..નિધી દીદી નામ નો દેકારો કરે,

બિચારી નિધી અંતે માના ઠ્પકે નીચુ ડોકુ રાખી રોવે,

બેટા મારાથી કંઇ થાય એમ નથી, બાપ બસ, આ બધુ જોવે…..

( મારી રાજેશ્વરીને અમે રાધુ કહિએ છીએ)

રાધુ મારી રાધુ, કાઢી નાખે લાધુ…

પ્રસંગમાંથી ઊભા કરે ,,,ખાધુ નો ખાધુ…

(રાગ ;  પંખીડાને આ પિંજરૂ જુનુ જુનુ લાગે.)

હરીભાઇ નું સ્કુટર ચાલે ભમ..ભમ….ભમ,

રેષકોસ જાશુ ને પાણી પુરી ખાશું,..

ગોકિરો કરશું , દેકારો કરશું ,

પોલિસના ધોકા પડસે ધમ…ધમ….ધમ..

(આના રાગ માટે કિશોરકુમાર મનુભાઇ ની મોટર એવુ તમને કે વુ પડશે…)

હરિભાઇ મારો દોઢ-ડાહ્યો,

ને કપડા હોતો નાહ્યો,

કપડા થય ગ્યા ભિના,

હરિભાઈ ને ખીજાણી “મિના”…….

ભાઇબંધ

Posted in અવર્ગીકૃત on જુલાઇ 26, 2010 by jeetu parmar

બધાને ભાઇબંધ હશે જ, કોઇ આ દુનિયામાં મિત્રો વગરનું નથી, પણ ભાઇબંધ કેને કહેવાય,,? શેરીમાં હોઇ અને કાયમ મળતો હોઇ એને, સુખ દુખમાં સાથે હોઇ એને, કે આપણાં તમામ કુટુંબને ઓળખતો હોઇ એને, કાયમ કામ આવતો હોઇ એને, ના…ના,,,ના,, આ બધાને તમે ભાઇબંધ કહી શકો ખરા, પણ તબ્બકા વારના, બાળપણમાં શેરીમાં ભેગા રમતાં હોઇ તે શેરી મિત્ર, તમારા કપરા દી’માં સાથે રહેલો હોઇ પણ સમય જતાં તેનુ તે વળતર પણ મેળવી ચુક્યો હોઇ તેને તમે મિત્રો કહો છો..? કે આપણાં પરિવારમાં સાથે ભળી ગયેલો હોઇ ને વખત જતાં આપણો જીજાજી કહેવાય એને કહો છો…, મારા ઘણાં બધા ભાઇબંધ છે જ…જેનું વિગત વાર અહિંયા વર્ણન લખીશ, પણ તેનાં પહેલા મારે તમારા ભાઇબંધ વિશેની અનેક વ્યાખ્યા ઓ અહિં જાણવી છે,,, તમારૂ કહેવું આ બાબતે શું છે તે જ્લ્દી લખો….,

અમારૂ રાજકોટ

Posted in મારૂ રાજકોટ on જુલાઇ 26, 2010 by jeetu parmar

 

અમારૂ રાજકોટ આમ તૉ છેક લંડ્ન સુધી વખણાય છે..

અહિંના માણસો પાન ફાકિ, નાસ્તા ચા-પાણીના બહુજ શોખિન , પણ હજી સુધી ટ્રાફિક સેન્સ ૧૦ ટકાને નહિં, ઇન્ડીકેટરનો ઉપયોગ ભલભલા માણસો ન કરે….ડોકુ હલાવીને કામ ચલાવી લ્યે, ગમે તેટલા મોટા રોડ હોઇ તો પણ ગાડી હાલે બાપુની મરજી મુજબ જ,

પાણી ઘરે નો પ્યે, પાનના ગલે પ્યે..,જોકરના ગાંઠીયાના શોખીન, સાધનાની ભેળ, મયુરના ભજીયા, પટેલનો આઇસ્ક્રીમ, આઝાદનો ગોલો, શંકરની પાણી પુરી, ઇશ્વરના ઘુઘરા, નઝમીના શરબત, જય સિયારામના પેંડા, બાલાજીની સેન્ડવીચ, કમલની કચ્છી દાબેલી, આવુ બધુ પહેલેથી જ વખણાય છે,

રવિવારે એકાદી ગાર્ડન હોટેલમાં જમે, પછી બજરંગની સોડા પિએ,…

વિશ્વ આખુ ભલે બપોરે કામે ચોયટુ હોય, પણ અમે બધા બપોરે કામના ચોંય્ટા…બપોરની ઊંઘ ખેંચીને જ કામે ચોટી….

ફરવા જેવુ આજી ડેમ, ન્યારી ડેમ, ઝુ પહેલા ડેમે હતો હવે લાલપરી તળાવે છે.

સિનેમા પેહલાની હતી તે હવે ઘણી ખરી ભાંગી પડી છે, સાથે મલ્ટીપ્લેક્સ સિનેમાએ પ્રમાણ જાળવી રાખ્યુ છે.

ગમે એવુ સારુ બિલ્ડીંગ હોઇ, મારા વાલીડા આને પાન-ફાકી થી ગોબરૂ કરીને જ જંપે…કોમ્પલેક્સ હોઇ તોય ભલે, ને રેસી.કોમ્પ્લેક્સ હોય તોય બગાડે ખરા…,ઘરનું ઘર કેમ નથી તો પણ કાટ્ખુણા ગોબરા હોય,…(સાવ એવુય નથી, ક્યાંક હું ખોટોય પડુ..)

અહીંના જુવાનીયા મોટે ભાગે સિનેમા, ક્રિકેટ, છોકરીઓ પટાવા અને ભાટ્કવામાં સમય નષ્ટ કરતા જોવા મળશે.(દીલ દઇને અભ્યાસ કરનારા યુવાનો પણ છે.)

એકતો ખરૂ જ કે શેર બજારની પાછળ પડે કે, સોના-ચાંદીમાં, કે પછી એસ્ટેટમાં જેની પાછળ પડે એનુ ઘોર ખોદી નાખે..

        હમણાં સાતમ-આઠમ આવશે, જગતભરના તમામ મેળા આંયા થશે, રેષકોર્સ ભરેલુ હસે ને શાસ્ત્રીમેદાન પણ ભરેલુ હશે, આમ માધાપર ઇષ્વરીયા સુધી ટ્રાફીક્નો કોઇ પાર નહિ રે..રતનપર જવા વાળાય એટલા જ હશે, કોઇ ખુણો રાજકોટ્નો ખાલી નહીં હોય, ઘરે-ઘરે પત્તા વાળી થશે, પણ ઇ સારુ કે’વાય કે ઘરનો પૈસો ઘરમાં પડ્યો રહે..બારે કોઇ જુગાર રમવા જાય એમાં મારુ મન્ન ઘણુ નારાઝ…ક્રિકેટ્નો હોઇ કે, શેર બજારનો કે પછી હોય સટ્ટાનો જુગાર પસંદ નથી.

            દેવ દેરામાં અહિંયા ભોમેશ્વરથી શરૂવાત કરુ, એ મારી બાળ અવસ્થા થી માંડી યુવાની સુધી ત્યાં જ વીતાવેલી છે. જે જામનગર રોડ પર આવેલુ છે,

બીજુ જામનગર રોડ પર સાઇ મંદિર છે, તે ખરેખર શાંતિ આપે એવુ જ છે,

આ રોડ પર રસ્તામાં જ પાશ્વનાથ તિર્થધામ આવેલુ છે, જે દર્શનિય છે,

માધાપર જતાં ઇશ્વરીયા મહાદેવ આવે છે, તે ઊંચા ટેકરા પર આવેલુ છે,

પંચનાથ મહાદેવ પંચનાથ પ્લોટ્માં, નટેશ્વર મહાદેવ ૮૦ફુટ ના રોડ પર, નિલકંઠ મહાદેવ પણ છે, વિશ્વેશ્વર મહાદેવ મવડી રોડ,…

     હનુમાનજીના મંદિર નો તો ટોટલ કરવો મુશ્કેલ પડૅ, જ્યાં જોવો ત્યાં બસ એજ,  બાલાજી હનુમાન કરણસિંહ હાઇસ્કુલ પાસે, સુતા હનુમાન નિલકંઠ સિનેમા પાસે, બાલ હનુમાન તો પાણીના ઘોડે બે રસ્તા વચ્ચેજ બેઠા છે, કુવાડવા રોડ પર સાત હનુમાન છે, અને એથીય આગળ બાવન હનુમાનનું મંદિર પણ છે, બાકી હનુમાનજીના મંદિરના નામ કેવા કેવા પાડેલા છે તે ના થોડા નમુના આપુ,

બાવળીયા હનુમાન,   રોકડીયા હનુમાન,  કપીલા હનુમાન, રામદુત હનુમાન, ચૈતન્ય બાલાજી, સંકટ મોચન, રંગીલા હનુમાન, બોલબાલા હનુમાન, સુર્યમુખી હનુમાન, સન્ક્લ્પ સિધ્ધ હનુમાન, પિપળીયા હનુમાન, જીથુડી હનુમાન, હનુમાન ધારા, મોજીલા હનુમાન,  પંચમુખી, કસ્ટ ભંજન હનુમાન, આંબલીયા હનુમાન, વગેરે વગેરે,…

   આશ્રમ પણ છે, રણછોડદાસજી બાપુ નો કુવાડવા રોડ પર આવેલ છે.

   દરગાહ શરીફ્માં, ગેબનશાહ પીર જ્યાં ગુરુવારે હિન્દુ-મુસ્લીમ બન્ને હાથ જોડવા જાય છે. જમયલશાહ પીર, બડાપીર, બોદલશાહ પીર, ચિથરીયા પીર, એહમદશાહ પીર, ગુલાબશાહ પીર, મામા પીર, મોટા પીરનો છિલ્લો, જમાલશાહ કમાલશા પીર, યા દાતાર, અસાબા પીર,  એવા અનેક પીરો પણ અહીં છે…

     રાજકોટ્નો સૌથી મોટો રીંગ રોડ ગણાય, જે મોરબી ચોકડી ,જામનગર ચોક્ડી, રૈયા ચોકડી, કાલાવડ ચોકડી, નાના મવા ચોકડી, મવડી ચોકડી ને છેલ્લે ગોંડલ ચોકડી ને ભેગો થાય છે,..બાકી અંદર તો સાંઢીયા પુલ, કેશરી પુલ, ઇંદીરા પુલ, મહીલા કોલેજ અંડરબ્રિજ, તથા રોડ્માં જામનગર રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, નાના મવા રોડ, મવડી રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર રોડ,  જેવા મોટા રોડ છે, બજારોને જોડતા રોડ યાજ્ઞિક રોડ, ધર્મેંદ્ર રોડ, લાખાજીરાજ રોડ, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, કેનાલ રોડ, મંગળા રોડ, માલવીયા રોડ, ગોડાઉન રોડ, ૮૦ ફુટ રોડ, આશ્રમ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, આવા બજાર ભરાતા રોડ અનેક છે,

            વિસ્તારો, પરા, પ્લોટ પણ અહિં, મણીનગર , વલ્લભનગર, બ્રાહ્મણીયા પરા, આર્યનગર, રણછોડ નગર, મારૂતિનગર, સરદાર પટેલ નગર, ચામુંડા સોસાયટી, લાતીપ્લોટ, ભગવતીપરા, ખોડીયાર સોસાયટી, બેડિપરા, ચુનારાવાડ, આ બધો પુર્વ વિસ્તાર ઉપલા કાંઠે ગણાય,

             ઇન્ડ્સ્ટ્રીઝ માટે ઉધ્યોગ્નગર, ઉમાકાંત ઉધ્યોગનગર, બાપુનગર, લક્ષ્મિનગર, લોહાનગર, નવરંગપરા, શાપર-વેરાવળ, મેટોડા, અનેક જ્ગ્યાએ ફેક્ટરી, કારખાના, જેમાં સોઇ થી માંડી બોરવેલ ડ્રીલ મશીનો સુધી અહિંયા બનાવનારો પડ્યા છે, પાલ ની તેમજ અતુલ ની રિક્ષા પણ બને છે, સબમર્સીબલ પંપ , ડિઝલ-ઓઇલ એન્જીન, કમ્પ્રેશર, જનરેટર, ઇલે. સ્પેર પાર્ટ્સ, હોમ એપ્લાઇન્સ, કિચનવેર, રેક્ઝિન બેગ-સુટ્કેશ, ઓટો પાર્ટ્સ, વગેરે ઘણુ બધુ,,,,

               સહકારી ડેરી ગોપાલ-અમુલનો વિભાગ, રેલ્વેના ડબ્બા-એન્જીનના વ્હીલ પણ, દરેક જાતના બેરીંગ્ઝ, મરીનના પાર્ટ્સ, બનાવનારા મોટા ઉધ્યોગો છે,

મળવા જેવા માણસો…..

Posted in અવર્ગીકૃત on જુલાઇ 26, 2010 by jeetu parmar

મારા હોટ ફેવરીટ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ, જેમણે મને આજ સુધી હસતો રાખ્યો છે, જો એમને તમે મળો તો મારી આખી જીંદગીના તમામ રવિવાર માલિક એમના ખાતે ચડાવી દે….(માલિક એમને જાજુ જીવાડે એવી શુભેચ્છા..આપજો) ત્યાર બાદ હું “ભુદેવ” અશોક દવે હાસ્યલેખક, ને મળવા જેવા માનવીમાં ગણતરી કરુ.. જો મળો તો મારા વતી એકાદી સિક્સર ફટ્કારી ઠાર કરજો….(૧૯૮૨ થી એનો ચાહક છું) મારા આચાર્ય સ્વ. ભાનુંશંકર ત્રિવેદી…(તમારી હયાતીમાં શક્ય નથી…) ન.મો. જેના વિશે લખવાની મારી હિમ્મત નથી…જો મળો તો ડાબો હાથ બાય-બાય કરતા હોઇ એમ આવજો કહેજો… અમિતાભ બચ્ચન, લે નો ઓળખ્યા……………………….(હેંય), હજી સુધી આમાંના ચારને હું મળ્યો નથી…, કેમ કરીને, આ લોકોને હું શું મોઢુ બતાવું..

હેપ્પી બર્થડે રાજકોટ

Posted in મારૂ રાજકોટ with tags on જૂન 26, 2010 by jeetu parmar

 રાજકોટ ૪૦૦ વર્ષ પુરા કરી રહ્યુ છે, છાપામાં વાંચ્યુ , ઘણાં મંતવ્ય વાંચ્યા, કોઇ વૃક્ષા રોપણની વાત કરી તો કોઇ રાજકોટ્ને રોશની થી સજાવવાની વાત થય, જુદા જુદા ઘણાં આગ્રહો હતા, મને વૃક્ષારોપણની વાત ખરેખર ગમી, બાકી બધી શણગારવાની વાતમાં પીજીવીસીએલ ની જરુર પડે એવુ લાગ્યુ, જો બે છાંટા પડ્શે તો વૃક્ષ ઉગવાની સંભાવના થશે, પણ વિજળી ગુલ થશે તો તમારિ રોશની ક્યાં દેખાશે..? એવુ જરા મનમાં થય આવ્યુ..?