Archive for the મારૂ રાજકોટ Category

અમારૂ રાજકોટ

Posted in મારૂ રાજકોટ on જુલાઇ 26, 2010 by jeetu parmar

 

અમારૂ રાજકોટ આમ તૉ છેક લંડ્ન સુધી વખણાય છે..

અહિંના માણસો પાન ફાકિ, નાસ્તા ચા-પાણીના બહુજ શોખિન , પણ હજી સુધી ટ્રાફિક સેન્સ ૧૦ ટકાને નહિં, ઇન્ડીકેટરનો ઉપયોગ ભલભલા માણસો ન કરે….ડોકુ હલાવીને કામ ચલાવી લ્યે, ગમે તેટલા મોટા રોડ હોઇ તો પણ ગાડી હાલે બાપુની મરજી મુજબ જ,

પાણી ઘરે નો પ્યે, પાનના ગલે પ્યે..,જોકરના ગાંઠીયાના શોખીન, સાધનાની ભેળ, મયુરના ભજીયા, પટેલનો આઇસ્ક્રીમ, આઝાદનો ગોલો, શંકરની પાણી પુરી, ઇશ્વરના ઘુઘરા, નઝમીના શરબત, જય સિયારામના પેંડા, બાલાજીની સેન્ડવીચ, કમલની કચ્છી દાબેલી, આવુ બધુ પહેલેથી જ વખણાય છે,

રવિવારે એકાદી ગાર્ડન હોટેલમાં જમે, પછી બજરંગની સોડા પિએ,…

વિશ્વ આખુ ભલે બપોરે કામે ચોયટુ હોય, પણ અમે બધા બપોરે કામના ચોંય્ટા…બપોરની ઊંઘ ખેંચીને જ કામે ચોટી….

ફરવા જેવુ આજી ડેમ, ન્યારી ડેમ, ઝુ પહેલા ડેમે હતો હવે લાલપરી તળાવે છે.

સિનેમા પેહલાની હતી તે હવે ઘણી ખરી ભાંગી પડી છે, સાથે મલ્ટીપ્લેક્સ સિનેમાએ પ્રમાણ જાળવી રાખ્યુ છે.

ગમે એવુ સારુ બિલ્ડીંગ હોઇ, મારા વાલીડા આને પાન-ફાકી થી ગોબરૂ કરીને જ જંપે…કોમ્પલેક્સ હોઇ તોય ભલે, ને રેસી.કોમ્પ્લેક્સ હોય તોય બગાડે ખરા…,ઘરનું ઘર કેમ નથી તો પણ કાટ્ખુણા ગોબરા હોય,…(સાવ એવુય નથી, ક્યાંક હું ખોટોય પડુ..)

અહીંના જુવાનીયા મોટે ભાગે સિનેમા, ક્રિકેટ, છોકરીઓ પટાવા અને ભાટ્કવામાં સમય નષ્ટ કરતા જોવા મળશે.(દીલ દઇને અભ્યાસ કરનારા યુવાનો પણ છે.)

એકતો ખરૂ જ કે શેર બજારની પાછળ પડે કે, સોના-ચાંદીમાં, કે પછી એસ્ટેટમાં જેની પાછળ પડે એનુ ઘોર ખોદી નાખે..

        હમણાં સાતમ-આઠમ આવશે, જગતભરના તમામ મેળા આંયા થશે, રેષકોર્સ ભરેલુ હસે ને શાસ્ત્રીમેદાન પણ ભરેલુ હશે, આમ માધાપર ઇષ્વરીયા સુધી ટ્રાફીક્નો કોઇ પાર નહિ રે..રતનપર જવા વાળાય એટલા જ હશે, કોઇ ખુણો રાજકોટ્નો ખાલી નહીં હોય, ઘરે-ઘરે પત્તા વાળી થશે, પણ ઇ સારુ કે’વાય કે ઘરનો પૈસો ઘરમાં પડ્યો રહે..બારે કોઇ જુગાર રમવા જાય એમાં મારુ મન્ન ઘણુ નારાઝ…ક્રિકેટ્નો હોઇ કે, શેર બજારનો કે પછી હોય સટ્ટાનો જુગાર પસંદ નથી.

            દેવ દેરામાં અહિંયા ભોમેશ્વરથી શરૂવાત કરુ, એ મારી બાળ અવસ્થા થી માંડી યુવાની સુધી ત્યાં જ વીતાવેલી છે. જે જામનગર રોડ પર આવેલુ છે,

બીજુ જામનગર રોડ પર સાઇ મંદિર છે, તે ખરેખર શાંતિ આપે એવુ જ છે,

આ રોડ પર રસ્તામાં જ પાશ્વનાથ તિર્થધામ આવેલુ છે, જે દર્શનિય છે,

માધાપર જતાં ઇશ્વરીયા મહાદેવ આવે છે, તે ઊંચા ટેકરા પર આવેલુ છે,

પંચનાથ મહાદેવ પંચનાથ પ્લોટ્માં, નટેશ્વર મહાદેવ ૮૦ફુટ ના રોડ પર, નિલકંઠ મહાદેવ પણ છે, વિશ્વેશ્વર મહાદેવ મવડી રોડ,…

     હનુમાનજીના મંદિર નો તો ટોટલ કરવો મુશ્કેલ પડૅ, જ્યાં જોવો ત્યાં બસ એજ,  બાલાજી હનુમાન કરણસિંહ હાઇસ્કુલ પાસે, સુતા હનુમાન નિલકંઠ સિનેમા પાસે, બાલ હનુમાન તો પાણીના ઘોડે બે રસ્તા વચ્ચેજ બેઠા છે, કુવાડવા રોડ પર સાત હનુમાન છે, અને એથીય આગળ બાવન હનુમાનનું મંદિર પણ છે, બાકી હનુમાનજીના મંદિરના નામ કેવા કેવા પાડેલા છે તે ના થોડા નમુના આપુ,

બાવળીયા હનુમાન,   રોકડીયા હનુમાન,  કપીલા હનુમાન, રામદુત હનુમાન, ચૈતન્ય બાલાજી, સંકટ મોચન, રંગીલા હનુમાન, બોલબાલા હનુમાન, સુર્યમુખી હનુમાન, સન્ક્લ્પ સિધ્ધ હનુમાન, પિપળીયા હનુમાન, જીથુડી હનુમાન, હનુમાન ધારા, મોજીલા હનુમાન,  પંચમુખી, કસ્ટ ભંજન હનુમાન, આંબલીયા હનુમાન, વગેરે વગેરે,…

   આશ્રમ પણ છે, રણછોડદાસજી બાપુ નો કુવાડવા રોડ પર આવેલ છે.

   દરગાહ શરીફ્માં, ગેબનશાહ પીર જ્યાં ગુરુવારે હિન્દુ-મુસ્લીમ બન્ને હાથ જોડવા જાય છે. જમયલશાહ પીર, બડાપીર, બોદલશાહ પીર, ચિથરીયા પીર, એહમદશાહ પીર, ગુલાબશાહ પીર, મામા પીર, મોટા પીરનો છિલ્લો, જમાલશાહ કમાલશા પીર, યા દાતાર, અસાબા પીર,  એવા અનેક પીરો પણ અહીં છે…

     રાજકોટ્નો સૌથી મોટો રીંગ રોડ ગણાય, જે મોરબી ચોકડી ,જામનગર ચોક્ડી, રૈયા ચોકડી, કાલાવડ ચોકડી, નાના મવા ચોકડી, મવડી ચોકડી ને છેલ્લે ગોંડલ ચોકડી ને ભેગો થાય છે,..બાકી અંદર તો સાંઢીયા પુલ, કેશરી પુલ, ઇંદીરા પુલ, મહીલા કોલેજ અંડરબ્રિજ, તથા રોડ્માં જામનગર રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, નાના મવા રોડ, મવડી રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર રોડ,  જેવા મોટા રોડ છે, બજારોને જોડતા રોડ યાજ્ઞિક રોડ, ધર્મેંદ્ર રોડ, લાખાજીરાજ રોડ, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, કેનાલ રોડ, મંગળા રોડ, માલવીયા રોડ, ગોડાઉન રોડ, ૮૦ ફુટ રોડ, આશ્રમ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, આવા બજાર ભરાતા રોડ અનેક છે,

            વિસ્તારો, પરા, પ્લોટ પણ અહિં, મણીનગર , વલ્લભનગર, બ્રાહ્મણીયા પરા, આર્યનગર, રણછોડ નગર, મારૂતિનગર, સરદાર પટેલ નગર, ચામુંડા સોસાયટી, લાતીપ્લોટ, ભગવતીપરા, ખોડીયાર સોસાયટી, બેડિપરા, ચુનારાવાડ, આ બધો પુર્વ વિસ્તાર ઉપલા કાંઠે ગણાય,

             ઇન્ડ્સ્ટ્રીઝ માટે ઉધ્યોગ્નગર, ઉમાકાંત ઉધ્યોગનગર, બાપુનગર, લક્ષ્મિનગર, લોહાનગર, નવરંગપરા, શાપર-વેરાવળ, મેટોડા, અનેક જ્ગ્યાએ ફેક્ટરી, કારખાના, જેમાં સોઇ થી માંડી બોરવેલ ડ્રીલ મશીનો સુધી અહિંયા બનાવનારો પડ્યા છે, પાલ ની તેમજ અતુલ ની રિક્ષા પણ બને છે, સબમર્સીબલ પંપ , ડિઝલ-ઓઇલ એન્જીન, કમ્પ્રેશર, જનરેટર, ઇલે. સ્પેર પાર્ટ્સ, હોમ એપ્લાઇન્સ, કિચનવેર, રેક્ઝિન બેગ-સુટ્કેશ, ઓટો પાર્ટ્સ, વગેરે ઘણુ બધુ,,,,

               સહકારી ડેરી ગોપાલ-અમુલનો વિભાગ, રેલ્વેના ડબ્બા-એન્જીનના વ્હીલ પણ, દરેક જાતના બેરીંગ્ઝ, મરીનના પાર્ટ્સ, બનાવનારા મોટા ઉધ્યોગો છે,

Advertisements

હેપ્પી બર્થડે રાજકોટ

Posted in મારૂ રાજકોટ with tags on જૂન 26, 2010 by jeetu parmar

 રાજકોટ ૪૦૦ વર્ષ પુરા કરી રહ્યુ છે, છાપામાં વાંચ્યુ , ઘણાં મંતવ્ય વાંચ્યા, કોઇ વૃક્ષા રોપણની વાત કરી તો કોઇ રાજકોટ્ને રોશની થી સજાવવાની વાત થય, જુદા જુદા ઘણાં આગ્રહો હતા, મને વૃક્ષારોપણની વાત ખરેખર ગમી, બાકી બધી શણગારવાની વાતમાં પીજીવીસીએલ ની જરુર પડે એવુ લાગ્યુ, જો બે છાંટા પડ્શે તો વૃક્ષ ઉગવાની સંભાવના થશે, પણ વિજળી ગુલ થશે તો તમારિ રોશની ક્યાં દેખાશે..? એવુ જરા મનમાં થય આવ્યુ..?