હાતીમતાઇ


         એક જમાનામાં હાતીમતાઇ ની વાર્તા દુરદર્શન પર આવતી, હું જોતો પણ ખરો, ત્યારે એમ થાતું કે આ માણસને બીજુ કોઇ કામ જ નહિં હોઇ,

           પણ અત્યારે મારિ ખુદની હાલત એવીજ છે, ખાલી બેન્કમાં ખાતુ ખોલવુ તુ તો આખો દી’ હાતીમતાઇની જેમ જ …પહેલા જાણે ફોટા નહોતા એટ્લે ઇ કર્યુ, પછી એડ્રેસ પ્રુફ માટે દોડાદોડી થઇ, તમારા મકાન માલિક પાસે લખાવતા આવો …તમે ફલાણા વખતથી એ જગ્યાએ ભાડે રહો છો, હવે મકાન માલિકને લાગ મળી ગ્યો…ઇ ક્યે મને કાર્ડ તમારા પ્રેસમાં છાપી દયો,,  ઇ પુરુ થ્યુ ત્યાં મેનેજર કે હવે કોક આ બેન્કમાં ખાતુ ધરાવતા હોય એવા ઓળખીતા ખાતેદારની સહી તથા ખાતા નં. લઇ આવો…એના માટે એક માણસ તયાર થ્યો ખરો, પણ પહેલા હાતીમતાઇ ની જેમજ , તમે મારિ લોનમાં જામીન થાવતો તમને સહી કરી આપું, આપણે એ મંજુર રાખ્યુ…આ સ્લીપ ભરી ૧૦૦૦ રૂ. જમા કરાવો, એ કર્યા પછી મને ચેક્બુક લેવા માટે અરજી લખી આપો એટ્લે આ મેટર અહિંયા પુરુ થાય..આ બધુ કરવા માટે સમય ત્રણ દી નો જોયો,,,,

થૈ ને હાતીમતાઇ જેવી જ…..

     ઇન્ટરનેટ સર્ફિંગમાં પણ આવુ જ હોઇ છે, કોઇ ને મદદ કરવાની ઘેલછાએ, એને જે સાહિત્ય જોઇતું હોઇ તે લેવા માટે કેટલી લિન્ક કે સાઇટો ફિંદવી પડે છે અને ઓલા ને એમ કે બાપુને કંઇ આવડતું નથી, અથવા કરી દેવું નથી એવો એના ચહેરા ઉપર ભાવ ઉપસી આવે છે, પણ એલા એક્વાર તુ નેટ જોડાણ લઇ લે, પછી કેટ્લી વિસે , સો, થાય ખબર પડશે, હવે તો નૈત નવા બહાના કાઢતાં મને ય ફાવી ગ્યુ છે, મતલબ એને ક્યાં આપણાં જેટલુય ફાવે છે,..ભલે ને ઇએય નેટ લઇ લે ત્યારે હાતિમતાઇ વાળી થાય,…એની આપણે રાહ જોઇશું,…

           તમે ફલાણાં ને ઓળખો છો તો આ જમાનામાં એ ત્રીજા થકી બહુ હાનીકારક બને, એવુ મારે છાસવારે બને છે, એ માણસ ને ફલાણાં નું કામ છે તો સીધો એની સાથે વહીવટ કરવાને બદલે, આપને અઠવાડિયામાં દસ ફોન કરી મુંજવી મારે છે. આપણે એને દરેક વખતે એકજ જવાબ આપીએ કે તમે સીધા એની સાથે વાત કેમ નથી કરી લેતાં, તો કે બાપુ તમે વચ્ચે હોતો ઠીક રૈ ને……

Advertisements

One Response to “હાતીમતાઇ”

  1. બેંક વાળા બધા પ્રૂફ માંગે છે પણ બેંક કદી કોઈ ગેરંટી કે સાબિતી આપે છે કે અમે તમારા રૂપિયા કદી નહિ ડુબાડી એ..? ખાતું ખોલાવતી વખતે માંગવું હતું ને સામું પ્રૂફ…!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: