મારો પરીચય


                                               

મારા ગામ ભાઇબંધ મને જીત્યો કે છે, દાદા-દાદી હકો કેતાતા’ , મારા પપ્પા સ્વ. રણજીતસિંહ ખાનુભા પરમાર રાજકોટ એરપોર્ટ માં જીવ્યા ત્યાં સુધી આસી. જનરેટર ઓપરેટરની નોકરી કરી..મારી “બા” સ્વ. ઇન્દ્રાબા લોકો એને ઇન્દુબાથી જાણતા..એનું હું પહેલું સન્તાન, બિજો મારો ભાઇ મનહરસિંહ જે અત્યારે એરપોર્ટ માં ફરજ બજાવે છે. આમતો મારા વિશે મારા સસરા નવાગામ ઘેડ જામનગર ના વતની રઘુભા કાનાજી જાડેજા, ને પુછો એટ્લે ઇ એમ કે જીતુભા જેવો જમાઇ નો થાય, સાસુ હંસાબા, ની નજરે હું સન્સ્કારી ને વિવેકી ગણાવ છુ… મારો ભાઇ એના મતે હું નિંભરો, ને એકલસુઇડો ગણાવ છુ… હવે મિનાબા (ધર્મપત્ની) મારા વિશે શું કે છે ! ઇ પછી ક્યારેક કઇશ…મોટા દિકરીબા નિધિબા ના કેવા પ્રમાણે પપ્પા આનંદી સ્વભાવના છે. નાની દિકરી “રાજેશ્વરી” મારી લાડ્લી છે, મને “પપાય” કહેછે. નાના દરબાર એટલે મારો હરીયો (હર્ષરાજ) પાપા એટલુ જ બોલી શકે છે… “બાબા” એટલે અમારા કુળમાં મોટા બહેનને બાબા કહેવાય, પણ આ મારા પાટલા સાસુ છે,અને હું તેને બહેન માનુ છુ….એ મને આર્થીકરીતે નબળો ક્યારેય ન જોઇ શકે, એટલે હાલતા મને પુછી લે ભાય પૈસા જોઇ છી…. હવે એમના પતિ એટલે મારા સાઢુભૈ…મારા નાનાબામાસિના દિકરા….એનુ નામ અનિઋધ્ધસિંહ એ પણ એરપોર્ટ માં નોકરી કરે છે. આમાં અનવર નું જો નામ નો આવે તો આ આ આખો ભવ નકામો, મારો સહ અધ્યાયી, મારો મિત, અને પાછો મારો વેપાર, સુખ-દુખ, ખુશી-ગમ નો પાક્કો ભાગીદાર….એના વિશે લખુ એટલુ ઓછુ છે…..(ફરી ક્યારેક).. નિધીબા અને રાજેશ્વરી વચ્ચે ૧૪ વર્ષનો તફાવત છે, હર્ષરાજ દોઢ વર્ષનો છે. નિધીબાની મેં ૨૬ મી જાન્યુઆરીએ સગાઇ કરી નાખી છે.,જમાઇ સારા છે. ૨૦ વર્ષથી એકજ ધંધો પ્રિન્ટિંગનો …અને હજીએ ચાલુ છે…,વિકાસ થ્યો પણ બે પાંદડે ન થયો..મારા બા એમ કેતા’તા એકદી તુ ખંપારી લઇને પઈસા ઢ્સડતો હઇશ., હવે ઇ દિવસની હું રાહ જોઇને બેઠો છું, ધંધામાં તો મેં લાખના બાર કરેલા છે એટલો પાવરધો છું. હજીયે ૨૦૧૦માં ઘણા દેણાંમાં ફ્સાયેલો છું, માલિક જાણે કયારે નીકળીશ, મારો પરિચય આટલો લાંબો આપવાનું કારણ માત્ર એકજ , કોક દી મોટો માણસ થાવ તો તમારે મારા વિશે જાણવું જાજુ નો પડે…..,

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: