ભાગીદાર


   દુનિયામાં જેટલા લોકોએ ભાગીદારી કરી હશે તેને કેટલી ટકી ..? એ બરાબર જાણતાં હશે….(આમાં આખી દુનિયાની પંચાયત વાળા “પટેલ” પણ સામેલ છે.) પણ મારા ભાગીદારથી બધા હેઠા…આ ૨૦૧૦ માં  ભાગીદારી પુખ્ત વયની થઇ ગઇ..સાથે અમારા બાળકો અભ્યાસમાં બાર-બાર ધોરણે પોંચી ગ્યા, મને ધોળા આવી ગ્યા પણ ઇ હજી રાતી રાણ જેવો જ છે, એમના ઘરેથી છે એમને હું “બહેન” કહું છુ, ઇ એતો એમ જ કે આ સવારના પહોરમાં ચકુડા-મકુડા જેવા થઇને નિકળી જાય છે કોક દી એકાદી ડાકણ ભરખી જાશે ત્યારે એની મેળે તીયાર થાતા બંધ થાશે,..(બાકી સિંહના મોઢામાં કોઇ હાથ નાખે..?)

            આ માણસે હજી સુધી પેઢી શૂં કમાય છે..? એવો હિસાબ ક્યારેય નથી માંગ્યો, કે નથી ક્યારેય ઇ જાણવાની ઇચ્છા કરી, જરૂર હોઇ ત્યારે મારે એકાદી લોન કરી નાખવાની એટ્લે વળી ગાડુ બેક વર્ષ હાલે, આમને આમ વાણા વય ગ્યા,(એમ તો વેવારમાં પાંચ બાકિ રાખે એવોય નથી..!) પણ આ માણસનું મારૂ ગ્યા ભવનું કાંઇ લેણું રહી ગ્યુ હશે એવુ ઘણી વાર મને લાગે…કાયમ આપણી પાછળ ઘસાવાની એને હવે આદ્ત પડી ગય હોઇ એવુ લાગે.

            મને યાદ છે જ્યારે મારા “પપ્પા” રાજસ્થાન હોસ્પિટ્લ શાહીબાગ અમદાવાદ માં દાખલ હતા ત્યારે આ માણસે સગો ભાઇ હોઇ એમ મારી મદદ કરેલી છે, સાલુ ૧૯૯૯ માં બાયપાસ સર્જરી બે લાખમાં થાતી’તી, ને એટ્લામાં એકાદી મિલકત આવી જાય, બસ આ વેવારમાં આ માણસે ભાગીદારી નોંધાવી, ત્યારથી તો મને “માલિક” ને ય કહેવાની ઇચ્છા થય જાય કે “તુ આ માણસને જીંદગીમાંય તકલીફ પડવા દેતો નહીં”

            એક વાર અમે (પતિ-પત્નીએ) ઘર કન્કાસમાં  અર્ધી રાત્રે મારા બાપુજીનું ઘર મુકી દીધુ, આ માણસ સવારના પોરમાં મારા માટે મકાન ગોતવા નિકળી પડ્યો…ગોય્તે પારની નિતી વાળો માણાં, અમને બીજી રાત્રે તો ઘર ભેગા કરી દીધા…અને પાછી સામાન ફેરવવા સુધીની જવાબદારી,  મારી મચકોડીને ભેગુ કરી આપવુ એનો સ્વભાવ છે…

             આમ તો એ બેન્કમાં નોકરી કરે છે, અને અત્યારે સારા દરજ્જે છે, પણ મુસ્કેલી એનેય ઘણી વેઠેલી છે, પહેલા એનેય બેન્ક્માં ખુબ જ કોથળા સારેલા છે અને ખુબજ હુકમના પાલન કરેલા છે, હવે સરખાય થય ગૈ છે. પણ હજીયે સાહેબોની સેવામાં અર્ધી રાત્રે ઊઠીને ભાગે એવો માણસ,…

               આ માણસની ગમ્મત ખાતર ઉતારી પાડનારો એકજ ભાઇબંધ, એનુ નામ રશ્મિન, ઇ માણા ગમે એમ કરી અનવરને બાટ્લીમાં ઉતારી દે,..અનવર ને ઉઘરાણી ભુલાવી દે એવો, અનવર સામા પૈસા દૈને જાય એવુ વાતાવરણ ઉભુ કરી દે,..

                એમનુ બૈરૂ (મારા બહેન) પણ મજાકિયા સ્વભાવના છે, બે સંતાનો દિકરી-દિકરો માલિકે આનો માહોલ ને ઉદારતા જોઇને લોઠ્કા આપેલા છે, નાના હતા ત્યારેય અર્ધી ટીકીટ માં હાલે એવા ન્હોતા, અને અત્યારે હજી બન્નેનો વજન પડે એવા છે, દિકરી ભણતર માં બહુ જબરી , દિકરો માવળીયો ખરો પણ ઉદારતા એના બાપ જેવી જ…મોરના ઇંડા ચિતરવા પડે,…બાપ જેવો બધી વાતે શોખીન, સાયકલ થી માંડી હોન્ડા સુધી, ટોપ ટુ બોટમ, બધુ એકદમ ચકચકાટ, ક્યાંય ડાઘ લાગવા નો દે….

             એની ન્યાત હોઇ કે , જાણીતા ભાઇબંધનો સમાજ હોઇ કોઇ એમ “નો” કહી શકે કે “અનવર” મને જીવનકાળ માં મદદરૂપ થયો નહોતો…મદદ કરીને પાછો કોઇ ને જાણ થવા નો દે એ એની મોટી ખુબી કેવી કે સ્વભાવ…

           આ અનવરની વાતો તો હું જીંદગીભર લખી શકું એટલી છે, એ બધુ હાસ્ય કસુંબો વિભાગમાં લખીશ, જે હસી ને કાઢી નાખવા જેવી જ હશે..

            ખરેખર તો મારે બીજો જન્મ આ ધરતી પર લેવો જ નથી, પણ મારો રામ કે એનો રહિમ જો ફરી આવવાની ફરજ પાડે તો આનેય પાછો ભેગો આપે એવી અરજ કરૂં..,

Advertisements

2 Responses to “ભાગીદાર”

  1. VAH JITUBHAI VAH KAREKHAR TAME GYA BHAV MA PUNYA KARIYA HASE KE TAMNE AAVO BHIBANDH MADIYO DOST

  2. ભૈ ઈ અનુની તો વાતુજ નો થાય ખબર નહિ કઈ માટીનો બનેલો છે…!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: