હાસ્ય કસુંબો
ગૈ કાલે વહેલુ ઘરે જવાનું થ્યુ, બારે શેરીમાં છોકરા ગરીયા જારી રમતાતા..મને બાળકો કે
તમે ગરીયો ફેર્વો,..મે ઘણી વાર ઘુમેયડો, પણ મારો નાનો ”હરીયો” ઇએય
હાથમાં ખાલી ગરીયો લૈ તન વખત ઘા કરી ટ્રાય મારી, “મિનાબાથી પગથીયે બેઠા-બેઠા નો રહેવાણુ
જારીનો ઘા કરીને કે આ તારી ‘માં’ એમાં પેલા વીટ પછી તારો “બાપ” ફરશે……
“સાવ દેશી”
અમારા પડોશી પટેલ બોય્લે સાવ દેશી, એક’દી ઓફિસના બારસાખે ટેકો દેતા-દેતા અકિલા વાંચતાં મને કે, ” આ ઓસામા નહિં માને” એટલે મે કિધુ વધુ દૈ દો, પણ મને કે હું આ બિન લાદેનની વાત કરૂ સુ…પણ આમના બાપુજી ની બોલી સાંભળવી ગમે એવી જ…એમના ગામ અમે ફરવા ગ્યાતા, એના ઘરે બાથરૂમનું બારણુ બતાવી ને કે આ ઝોવો લેટેસ ટેકનોલોઝી , આની માલીપા કોઇ ગ્યુ હોઇ તો બાય્ણું બાર લાલ માર્કો દેખાડે, ને માલીપા કોઇ નો હોઇ તો લીલો બતાવે, પણ રાજુ ક્યાં એવુ મે પુછ્યુ.., તો મને કે રાઝુ બાર બેઠો-બેઠો સીકુ ખાય સે., મને થયુ આને એકાએક શરદી કેમ થય ગય, એટલે બહાર મે જોયું તો, ઓટે બેઠો-બેઠો ચીકુ ખાતો’તો…..
સુતારીયો
અમારા ચંદુ મિસ્ત્રીને ઊંઘમાંથી એમના પત્નિ જગાડતા’તા, કેમેય ઉઠે નહીં…
એટલે કંટાળીને એમના પત્નિ કે “સુતારિયો” મિસ્ત્રી ભર ઊંઘમાથી ઉઠી,
પરોણો લઇ ને પત્નિને મારવા જ મંડ્યા….મે કહ્યું શું કામ મારો છો ભલા માણસ,
એટલે ઇ કે ગામ આખું મને મિસ્ત્રી કે…છે…અને આ મને સુતારીયો કહિને
જગાડે ….ઇ કેમ સાંખી લેવાય…..
શબ્દ જાળ
કહેવાઇ જાળા થઈ ગ્યા,
પણ હોઇ પાતળા…
ગમે એવું ખારૂ હોઇ,
તોય કહેવાય મીઠુ…
આમ ઊલ્ટી થઇ, પણ હોઇ સીધી…