જામનગરી…
અમે જેને પેટીસ કહી…એને ઇ કચોરી ક્યે… અમે કહી માંડ્વી ઘણી બધી થૈ…માંડવીયુ મલક થઇ…એમ ક્યે, ચોકડી ને માળા હાળા ચિતરી ક્યે…. આપણે કહી ખારી શીંગ ને ઇ ક્યે…ખારા બી…બોલો, અને બધા શબ્દો ઉપર મિંડુ લગાડીને જ વાત કરે…, જાંઊં છે, ખાંઉં છે, જોંઇ છીં, એ આંઉં છું….આમ જ બોલે, (સું કિયો છો..? અશોક દવે) આપણે મિલ્કતના દસ્તાવેજ કરીએ એ રજીસ્ટર પત્રોને આ માણસો “છાપા”
કઇરા એમ બોલે… જામનગરની વખણાતી બાંધણી, મુખવાસ, પિતાંબરનો મેસુબ, વ્યાસની મિઠાઇ,,, જામનગરમાં જોવા જેવુ સોનાપુરી, રણજીત સાગર, તળાવની પાળ, જામ પેલેસ, એરર્ફોર્સ, રિલાયન્સ કંપની, વગેરે… કોઇ સાંઇની પાનની દુકાને જો ફુટપારી નો હોઇ ને ત્યાં ખોદકામ કરે તો એકાદ ફુટ તો નકરો કાથો જ નિકળે, એવા ભિના કાથા વાળા પાનના શોખીન માણસો…દરિયો બાજુમાં જ એટલે જમવામાં ખારાશ વધુ આ લોકોને ફાવે, ત્યાંના વિખ્યાત મહાનુભાવો મારી નજરે , ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, હાસ્યકાર વસંત પરેશ, લે
ખન શૈલીમાં પ્રભુત્વ ધરાવતા અરવિંદ અડાલજા, (ક્રમશ)